Saturday, October 8, 2022

Home રાજકારણ Gujarat Election : બારડોલી સીટ પર ‘આપ’ ઉમેદવાર તરીકે રાજેન્દ્ર સોલંકીની પસંદગી

Gujarat Election : બારડોલી સીટ પર ‘આપ’ ઉમેદવાર તરીકે રાજેન્દ્ર સોલંકીની પસંદગી

0
Gujarat Election : બારડોલી સીટ પર ‘આપ’ ઉમેદવાર તરીકે રાજેન્દ્ર સોલંકીની પસંદગી
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

સુરત

Gujarat Election : આપ દ્વારા બારડોલી સીટ પર ઉમેદવાર તરીકે રાજેન્દ્ર સોલંકીની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતની દસ વિધાનસભા સીટો માટે પાર્ટી ઉમેદવારોના નામોની ઘોષણા મંગળવારના રોજ કરવામાં આવી છે. જેમાં બારડોલી વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં આવેલા રાજેન્દ્ર સોલંકીના નામની ઘોષણા કરવામાં આવી છે. રાજેન્દ્ર સોલંકીના નામની ઘોષણા થતાં જ બારડોલી વિધાનસભા ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે.

રાજેન્દ્ર સોલંકીએ એગ્રીકલ્ચરમાં ડિપ્લોમા કર્યું છે. 1970 માં જન્મેલા રાજેન્દ્ર સોલંકીએ કામરેજ પંચાયતના મોરથાણા ગામથી સરપંચથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1991 માં તેઓ ભાજપ સાથે જોડાયા. સાથે જ તેઓ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કાર્યરત છે. ભારતીય જનતા પાર્ટીમાં SC મોરચાના તેઓ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. કામરેજ ગ્રામ પંચાયતમાં સભ્ય બન્યા બાદ તેઓ પાંચ વર્ષ સુધી સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

સુરત જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખની જવાબદારી પણ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી, પરંતુ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને અવગણવામાં આવતા તેઓએ રાજીનામું આપી દીધું હતું અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીમાં પણ તેમને જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. હાલ તેમને બારડોલી વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. જેને કારણે બારડોલી વિધાનસભા ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Navratri 2022 : પાંચમાં નોરતે મુકતાનંદ સોસાયટીમાં ખેલૈયાઓએ મચાવી ધૂમ

પંચમહાલ પાંચમાં નોરતે મુકતાનંદ સોસાયટીમાં ખેલૈયાઓએ મચાવી ધૂમ. Navratri 2022 : ગોધરા શહેરમાં ઉજવાતા નવરાત્રી મહોત્સવ 2022 ના થનગનાટ વચ્ચે નવરાત્રી મહોત્સવના પાંચમાં દિવસે તારીખ ૩૦...

Gujarat Election : ગુજરાતના મચ્છઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલયના પરસોત્તમ રૂપાલા રાજકોટ પ્રવાસે

રાજકોટ https://youtu.be/nl2nddWMYso રાજકોટ જીલ્લાના ધોરાજીમા ગુજરાત રાજ્યના મચ્છઉદ્યોગ પશુ પાલન અને ડેરી મંત્રાલયના પરસોત્તમ રૂપાલા પ્રવાસે આવ્યા Gujarat Election : હાલ ગુજરાત રાજ્યમા લગભગ વિધાન સભાની ચૂંટણીના...

Police Patrolling : મહુવા પોલસ સ્ટેશન ખાતે નવનિયુક્ત Dysp જે. એચ. સરવૈયા દ્વારા જાહેર...

ભાવનગર મહુવા પોલસ સ્ટેશન ખાતે નવનિયુક્ત Dysp જે. એચ. સરવૈયા દ્વારા જાહેર માર્ગો પર પેટ્રોલીંગ Police Patrolling : આજ રોજ મહુવા પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પામેલ...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us