
રાષ્ટ્રીય
UP-Uttarakhand Alert :21 મેના રોજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અનેક રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર મળ્યો છે, ત્યારબાદ તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રેલવે વિભાગ દ્વારા તેની GRP, RPF અને સ્થાનિક પોલીસ સાથે મળીને ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર રવિવારના રોજ મુરાદાબાદ, બરેલી અને હરિદ્વાર રેલવે સ્ટેશન સહિત અનેક સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી અંગે રૂડકીના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને એક પત્ર મોકલવામાં આવ્યો છે. ધમકીભર્યો પત્ર મોકલનાર પોતાને જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર સલીમ અંસારી ગણાવે છે, આ પત્ર મોકલનારે 21 મેના રોજ આ સ્ટેશનો પર બોમ્બ વિસ્ફોટ કરવાની વાત કરી છે. આ ઉપરાંત પત્રમાં હરિદ્વારના જુદા જુદા ધાર્મિક સ્થળો અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા RPF અને GRP તેમજ મુરાદાબાદ DRM અજય નંદનને સમગ્ર ઘટના વિશે જાણ કરવામાં આવી છે.
રવિવારે રૂડકી સ્ટેશનના અધિક્ષક એલ.કે. વર્માના નામે એક પત્ર આવ્યો હતો. પોતાને જૈશ-એ-મોહમ્મદના એરિયા કમાન્ડર સલીમ અંસારી ગણાવતા, તેણે પત્રમાં જણાવ્યું છે, કે 21 મેના રોજ તે હરિદ્વાર, લક્સર, રૂરકી, દેહરાદૂન, ઋષિકેશ, કાઠગોદામ, મુરાદાબાદ અને બરેલીના સ્ટેશનોને ઉડાવી દેશે. 23 મેના રોજ હરિદ્વારના ધાર્મિક સ્થળ મનસા દેવી, હરકી પૌડીને પણ નિશાન બનાવશે, આ સાથે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રીને પણ બોમ્બથી ઉડાવી દેશે.
स्टेशन मास्टर के ऑफिस में एक पत्र मिला है जिसमें लिखा था कि बरेली मंडल और मुरादाबाद मंडल के कुछ स्टेशनों को बम से उड़ा दिया जाएगा। 21 मई को बम से उड़ाया जाएगा। जिसके बाद हम अलर्ट हैं, सुरक्षा व्यवस्था पूरी की जा रही है: मुरादाबाद मंडल उत्तर रेलवे के सीनियर DCM सुधीर सिंह (09.05) pic.twitter.com/PHjZwBrBLW
— ANI_HindiNews (@AHindinews) May 10, 2022
સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ રૂડકીએ વોટ્સએપ પર DRM ને ધમકીભર્યા પત્રની નકલ મોકલી આપી છે. તે જ સમયે, GRP અને RPF ને પણ આ પત્રની જાણ કરવામાં આવી હતી. પત્રને ગંભીરતાથી લઈને રેલ્વે વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તે જ સમયે, GRP પત્રના લખાણ અને પત્ર પર પોસ્ટ ઓફિસની સ્ટેમ્પની તપાસમાં રોકાયેલ છે. આ અગાઉ પણ ઘણી વખત રેલ્વે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
GRP હરિદ્વારના અધિક પોલીસ અધિક્ષક અરુણા ભારતીએ જણાવ્યું છે, કે તેઓ સતત ચેકિંગ પણ કરી રહ્યા છે, તમામ શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. દરેકને તમામ શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. રેલવે સ્ટેશન પર સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ લોકો અને વસ્તુઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. લોકોને તેમની આસપાસ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો અમને જાણ કરવા માટે પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે.
हमें पत्र प्राप्त हुआ है, जानकारी में आया है कि पहले भी कुछ संगठनों द्वारा रेलवे स्टेशन और कुछ अन्य संस्थानों को लेकर धमकी दी गई है। मामले में जांच कराई जा रही है: बम की धमकी से संबंधित पत्र पर अतिरिक्त पुलिस अधीक्षक जीआरपी अरुणा भारती, हरिद्वार (09.05) pic.twitter.com/E2mDMrrDld
— ANI_HindiNews (@AHindinews) May 10, 2022
મુરાદાબાદ ડિવિઝન નોર્ધન રેલ્વેના વરિષ્ઠ DCM સુધીર સિંહે જણાવ્યું કે સ્ટેશન માસ્ટરની ઓફિસમાંથી એક પત્ર મળ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે બરેલી ડિવિઝન અને મુરાદાબાદ ડિવિઝનના કેટલાક સ્ટેશનોને 21મી તારીખે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. ત્યારબાદ અમે એલર્ટ છીએ, સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી રહી છે. પત્રમાં હરિદ્વાર સહિત અનેક રેલવે સ્ટેશનોની સાથે ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિકારીઓ રાજ્ય સત્તાધિકારી સાથે વાત કરી રહ્યા છે, હવે આ પત્ર સાચો છે, કે પછી નકલી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પહેલા પણ ઘણી વખત રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકીઓ મળેલ છે. ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગોરખનાથ મંદિર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. લેડી ડોન નામના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ સામે આવતા જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. આ ટ્વીટમાં ધમકી આપવામાં આવી હતી, કે તેઓ લખનૌ વિધાનસભા અને મેરઠમાં બોમ્બ બ્લાસ્ટ કરશે. 4 ફેબ્રુઆરીની રાત્રે એક પછી એક આમ ત્રણ ટ્વિટ કરવામાં આવી હતી. આ અગાઉ ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે યુપી વિધાનસભા લખનૌ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું હતું, કે યોગી આદિત્યનાથને પણ ઉડાવી દેવામાં આવશે.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Mehbooba Mufti : સેના લાવવાથી કંઈ નહીં થાય, પાકિસ્તાન સાથે વાત કરવી જ પડશે : મહેબૂબા મુફ્તી
NCP Leader vs PM Modi : NCP નેતા છગન ભુજબળે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને વડાપ્રધાન મોદીની ટીકા કરી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે