
ભરુચ
ઝઘડિયા મતદાન પહેલાં જ કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને આગેવાનો ને કોંગ્રેસ ઉમેદવાર પ્રત્યે નારાજ થયા.
Gujarat Election 2022 : ઝઘડિયા વિધાનસભાના મતદાન માટે ગણતરીનાં કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ઝઘડિયા કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો વરિષ્ઠ આગેવાન અને કાર્યકરો માં નારાજગી જોવા મળી, મળતી માહિતી મુજબ હાલના કોંગ્રેસ ઉમેદવાર ફતેસિંહ ભાઈ જુના અને વરિષ્ઠ આગેવાન કોઈ પણ જાતના સંપર્કમાં રહ્યા વિના પોતાની મરજી પ્રમાણે કામ કરી રહ્યા છે. જેને લઈને વરિષ્ઠ આગેવાન અને કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી છે. તેમજ જીલ્લા પંચાયત બુથ લેવલ પર વરિષ્ઠ આગેવાન અને કાર્યકરો સાથે સલાહ પરામર્શ કર્યા વગર જ પોતાની મનમાની કરી રહ્યા હતા. એવી વાતો વહેતી થઈ છે.
વધુમાં કે કોંગ્રેસ પાર્ટીની મતદાન સ્લીપ વહેંચવા માટે પણ કોઈ પણ જાતની સલાહ પરામર્શ કર્યા વગર જ પોતાની રીતે જેમ આવે તેમ કામ છોપી દેવામાં આવ્યું હતું અને બુથ લેવલ પર એજન્ટો ની નિમણૂક માટેનું કોઈ પણ જાતનું આયોજન વગર આડેધડ નિમણૂક કરી હોવાથી વરિષ્ઠ આગેવાન અને કાર્યકરો નારાજ છે.
જો કોંગ્રેસ દ્વારા આ નારાજગી દૂર કરવામાં આવે તો કોંગ્રેસ ઉમેદવાર ને મતદાનમાં મોટો ફટકો પડી શકે એમ છે.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા