Saturday, May 21, 2022

Home કારકિર્દી વલસાડની દીકરી સ્‍મિતાએ BSF માં પોસ્‍ટિંગ મેળવી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું

વલસાડની દીકરી સ્‍મિતાએ BSF માં પોસ્‍ટિંગ મેળવી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું

0
વલસાડની દીકરી સ્‍મિતાએ BSF માં પોસ્‍ટિંગ મેળવી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

વલસાડ

વલસાડની દીકરી સ્‍મિતાએ BSF માં પોસ્‍ટિંગ મેળવી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયામાં રહેતી આદિવાસી સમાજના રસિકભાઈ ભોયા અને મયનાબેનની દીકરી સ્‍મિતાએ બી.એસ.એફ.માં પોસ્‍ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે. આ પોસ્‍ટિંગ મળતાં પ્રગતિ મહિલા મંડળ, બીલપુડી અને ગ્રામજનો દ્વારા સ્‍મિતાના સન્‍માન સમારંભનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનીતાબેન ગાંવિતે સ્‍મિતાનું પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કરી ગામની આદિવાસી દીકરીને દેશની સેવા કરવાનો અવસરે મળ્‍યો હોય ગૌરવની લાગણી અનુભવી રહી હોવાનું જણાવ્‍યું હતું. સ્‍મિતાએ કારકિર્દીના વિકલ્‍પ તરીકે બી.એસ.એફ.ની પસંદગી કરી દેશની સેવા કરવા માટેનો જુસ્‍સો બતાવી અન્‍ય યુવતીઓને પણ પ્રેરણા પુરી પાડી છે.

આ કાર્યક્રમમાં નિવૃત્ત સર્કલ અધિકારી રમેશભાઈ ગાંવિત, ગુજરાત કામદાર કલ્‍યાણ બોર્ડના નિવૃત્ત સંચાલક શંકરભાઈ ગાવિત તેમજ બગાયતશાસ્ત્રી ચિન્‍મય ગાંવિતે સ્‍મિતાને શુભેચ્‍છાઓ પાઠવી યુવાનો અને યુવતીઓને દેશની સેવા કરવાની પ્રેરણા પુરી પાડી ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. બીલપુડી ગામની પહેલી દીકરી છે, જેમણે દેશની સેવા માટે બી.એસ.એફ.ની પસંદગી કરી તેમાં પોસ્‍ટિંગ મેળવી ગામનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે, જે આદિવાસી સમાજ અને મહિલાઓ માટે ખુબ જ ગૌરવની વાત હોવાનું તેઓએ જણાવ્‍યું હતું.

સ્‍મિતાએ પ્રાથમિક શિક્ષણ બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળામાં મેળવ્‍યુ હતું. ધોરણ ૯ થી ૧૨ આદર્શ નિવાસી શાળા, વલસાડ ખાતે કર્યા બાદ બી.આર.એસ. કોલેજ કરી સુરત યુનિવર્સિટીમાં એમ.આર.એસ. પૂર્ણ કર્યું હતું. ત્‍યારબાદ પંજાબના હોશિયારપુર બી.એસ.એફ. ટ્રેનિંગ સેન્‍ટર ખાતે એક વર્ષની તાલીમ લીધી હતી. હાલમાં રાજસ્‍થાન-ગુજરાત બોર્ડર બાડમેરમાં તેણીનું પોસ્‍ટિંગ થયું છે.

સ્‍મિતાના માતા-પિતા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એક વર્ષ પહેલાં જ ખટાણાના ગીરીશભાઈ વિનુભાઇ પવાર સાથે સ્‍મિતાના લગ્ન થયા હતા. તેઓ પણ ખેતીવાડી કરીને જ પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. પોતાના ઘરે અને લગ્ન બાદ સાસરે પણ ખેતીવાડીમાં દરેક પ્રકારનું કામ કર્યું છે, ખભે ૧૫ કિલો વજનનો પમ્‍પ લગાવી ખેતરે શાકભાજીમાં દવાનો છંટકાવ કર્યો છે, આ મહેનત બીએસએફની તાલીમ દરમિયાન ખૂબ જ ઉપયોગી નીવડી હતી, તેમ સ્‍મિતાએ જણાવ્‍યું હતું.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

BIG BREAKING : લાઉડસ્પીકર વિવાદને લઈને આવ્યા મોટા સમાચાર : મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય
રોકીભાઈની ‘KGF Chapter 2’ ની ‘RRR’ ને ધોબીપછાડ, 4 દિવસમાં 550 કરોડથી વધુની કમાણી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

+1
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

જામનગર ના નાની લાખાણી ગામે કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ નો સન્માન સમારોહ યોજાયો

જામનગર 14.5.22 ના રોજ નાની લાખાણી ગામે ગુજરાત રાજ્ય ના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ના સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક ઝડપાઇ. એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના સિલસીલા વચ્ચે પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા...

વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ...

એલ.સી.બી. માં નવનિયુક્ત પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની ચાર્જ સાંભળતા ની સાથે દેશીદારૂ વેંચતા બુટલેગરો પર તવાઈ. રાણા સાહેબ ની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us