Saturday, May 21, 2022

Home ગુજરાત અમદાવાદ Care of Relationship : ઘણી વાર સંબંધ બંધાતા પહેલા જ તૂટી જાય છે કારણ કે…

Care of Relationship : ઘણી વાર સંબંધ બંધાતા પહેલા જ તૂટી જાય છે કારણ કે…

0
Care of Relationship : ઘણી વાર સંબંધ બંધાતા પહેલા જ તૂટી જાય છે કારણ કે…
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

અમદાવાદ

“પિન્કીની અનકહી વાતો”

ઘણી વાર સંબંધ બંધાતા પહેલા જ તૂટી જાય છે કારણ કે…

Care of Relationship : “સબંધ” એક એવો શબ્દ છે કે જ્યાં મન મળે તો જીવનભર એકબીજા સાથે જોડાઈ જવાય છે. અને જો નસીબમાં જુદા પડવાનું લખ્યું જ હોય તો તે સંબંધ જોડાતા પહેલાં જ છૂટો પડી જાય છે. કારણ કે દરેક વસ્તુ આપણા નસીબ સાથે જોડાયેલી જ હોય છે.

દુનિયામાં દરેક વ્યક્તિ કોઈને કોઈ સંબંધથી બંધાયેલી જ છે. પણ એ સંબંધ કેવી રીતે સાચવીને રાખવા તે દરેક વ્યક્તિનાં સ્વભાવ ઉપર આધાર રાખે છે. કોઈ સંબંધ તો બાંધી લે છે પણ તેને એટલું મહત્વ નથી આપતું. જ્યારે કોઈનાં સબંધ બહુ જ ઓછા હોય છે પરંતુ તે સંબંધ માટે બધું જ કરવા તૈયાર હોય છે. તેમના માટે સબંધ જ જીવવાનું બળ હોય છે. આવા વ્યક્તિ ખુબ જ સંવેદનશીલ હોય છે.

ખુશી ઘણી બધી રીતે મળતી હોય છે. ઘણીવાર પારકા અને પોતાનાનો ભેદ પણ સમજાતો નથી હોતો. વર્ષોના જુના સંબંધો પણ મુશ્કેલીનાં સમયે સાથ નથી આપતા. જ્યારે ખૂબ જ ઓછા સમયે લાગણીથી બંધાયેલા સંબંધો સાથ આપી જાય છે. દરેક વ્યક્તિનાં મનમાં સંબંધોનું એક અલગ જ રૂપ હોય છે. કોઈ જ્યારે લાગણીથી બંધાય છે ત્યારે તે વ્યક્તિને છોડવા નથી માંગતું હોતું. પરંતુ જો તેના નસીબમાં તેનો સાથ નથી લખેલો હોતો તો ગમે તે પ્રયત્નો કરવા છતાં પણ તે વ્યક્તિ દૂર થઈ જાય છે. સબંધ વધારે લાગણીથી બંધાતા પહેલા જ તે બંને છૂટાં પડી જાય છે કારણકે ભવિષ્યમાં એ સબંધનું આયુષ્ય ખુબજ ઓછું હોય છે. અને એ લાગણી કે એ વિશ્વાસ તૂટે એ તકલીફ જીવનમાં આવતા પહેલા જ એ વ્યક્તિ દૂર થઈ જાય છે.

કોઈને ગમાડવા માટે ક્યારેય કોઈ સમય નથી હોતો. કોઈ પણ કારણથી કોઇપણ સમયે કોઈપણ વ્યક્તિ ગમી જતી હોય છે. પણ એકબીજાની નજીક આવે કે પછી વધારે લાગણીથી જોડાયેલ તે પહેલા જ કોઈપણ કારણથી સાથ અટકી જાય છે કારણકે જીવનમાં તેઓનો જીવનભરનો સાથ લખેલો નથી હોતો. અને આ જ કારણથી લાગણી પ્રેમમાં બદલાય તે પહેલા જ અલગ થઈ જવાય છે.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Gujarat Election : નારાજ હાર્દિક પટેલને શું રાહુલ ગાંધી મનાવશે? કરી શકે છે મુલાકાત
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

લખપત તાલુકાના પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમા કોરા કાગળો ઉપર ખોટી સહીઓ કરાવી ને વર્કરો...

પ્રાપ્ત વિગતો અનુસાર લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલી જી.એમ.ડી.સી. લી. પ્રોજેક્ટ મા પેટા કોન્ટ્રાક્ટ તરીકે આવેલી પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપની મા મસીન ઓપરેટર...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક ઝડપાઇ. એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના સિલસીલા વચ્ચે પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા...

જામનગર ના નાની લાખાણી ગામે કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ નો સન્માન સમારોહ યોજાયો

જામનગર 14.5.22 ના રોજ નાની લાખાણી ગામે ગુજરાત રાજ્ય ના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ના સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us