
બનાસકાંઠા
જુનાડીસાના બસ સ્ટેન્ડ ઉપર માણેકપુરાના યુવાને ઝેરી દવા ગટગટાવી
Suicide Attempt : ડીસા તાલુકાના જૂનાડીસા ગામના બસ સ્ટેન્ડ પર માણેકપુરા ગામના યુવાને સવારના સુમારે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. ડીસા તાલુકાના માણેકપુરા ગામના 25 વર્ષીય રવિ બીજોલજી ઠાકોર નામનો યુવક આજે ડીસા તરફ આવી રહ્યો હતો. તે દરમ્યાન જૂના ડીસા બસ સ્ટેન્ડ પર ક્લોરપાયરીફોસ નામની જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જંતુનાશક દવા ગટગટાવતા યુવક બેભાન થઈ ત્યાં ઢળી પડ્યો હતો. આ ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનને બોલાવીને યુવકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને તાત્કાલિક સારવાર મળી રહેતા તેનો જીવ બચાવી શકાયો હતો, પરંતુ યુવકની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકે કયા કારણોસર દવા પીધી ? તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Mini Bus Starts : ડીસા ST ડેપોમાં બે નવી મીની બસોનું લોકાર્પણ, ધારાસભ્યએ જાતે બસ ચલાવી
Controversy of 2000 Rupee : અંબાજી ગ્રામ પંચાયતના કામદારે 2000 ની નોટ ન સ્વીકારતા હોબાળો
Bahujan Army Protest : ગાંધીધામમાં અલગ અલગ વિસ્તારમાં વેચાતા ધૂમ દેશીદારૂના હાટડાઓ વિરુદ્ધ બહુજન આર્મી મેદાને
Breaking News : રૂપિયા 2000ની ચલણી નોટો RBI એ પરત લેવાનો નિર્ણય કર્યો
World Museum Day : 18 મે – વિશ્વ સંગ્રહાલય દિવસ – ‘‘સસ્ટેઇનીબિલિટી એન્ડ વેલ બીઇંગ’’