
બનાસકાંઠા
જુનાડીસા અને શેરગઢના તાલુકા ડેલીગેટ તેમજ આપના કાર્યકરો ભાજપમાં જોડાયા
જુનાડીસા હાઇવે ઉપર ભાજપની જન સભા યોજાઈ
Gujarat Election 2022 : ડીસા તાલુકાના જુનાડીસા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ હાઇવે ઉપર જન સભા યોજવામાં આવી હતી. જેમાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળી અને સમર્થકોનું વિવિધ સમાજના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ.પ્રવીણભાઈ માળીએ જન સભા સંબોધતા જૂનાડીસા વાસીઓની વર્ષો પુરાણી માથાના દુખાવા સમાન બનેલ રેલવે ફાટકનો પ્રશ્ન હલ કરવાની ખાત્રી આપી અને જુના ડીસા પંચાયતમાથી નગરપાલિકા બની શકે તેમ છે.
માટે એ પ્રશ્ન પણ હલ કરીશું.તેમ જણાવ્યું હતુ.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે મગનલાલ માળી, ઈશ્વરભાઈ દેસાઈ, નટુભાઈ જોશી અને હિન્દુ સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બારોટ અને ઉપપ્રમુખ જગદીશભાઈ પઢિયાર તથા મુસ્લિમ ઝાલોરી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સભામાં જુનાડીસા કોંગ્રેસના ડેલીગેટ રમીલાબેન મોદી અને શેરપુરાના તાલુકા ડેલીગેટ વિધિવત રીતે પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા હતા. તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રમુખ સાગર પ્રજાપતિ,કે. કે. અનાવાડીયા અને કાર્યકર્તાઓ પણ પક્ષ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા