
બનાસકાંઠા
બનાસવાસીઓ કરોડોનું ઊંધિયું, જલેબી અને ફાફડા ઝાપટી ગયા
Crores Of Inverts : ગુજરાતીઓમાં ઉત્તરાયણના દિવસે ઊંધીયુ, જલેબી, ફાફડાનો નાસ્તો કરવાનો અનેરો ક્રેઝ છે. ત્યારે પાલનપુર-ડીસા જેવા શહેરમાં આજે લોકોએ વહેલી સવારથી જ જલેબી ફાફડાના સ્ટોલ પર લાંબી કતારો લાગી હતી. શુદ્ધ અને દેશી નાસ્તો લેવા માટે લોકો પડાપડી કરતા નજરે પડ્યા હતા. ડીસા શહેરમાં અંદાજિત 100થી પણ વધુ નાસ્તાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.
જ્યાં ઊંધિયું 240 રૂ. કિલો, જલેબી 360 અને ફાફડા 240 રૂ. એક કિલોના ભાવે વેચાયા હતા. એક અંદાજ મુજબ શહેરમાં અંદાજીત 18 થી 20 હજાર કિલો ઊંધિયું, જલેબી, ફાફડા વેચાયા હતા. વહેલી સવારથી ધાબા પર ચડી પતંગ ચગાવતા લોકોએ પરિવાર સાથે નાસ્તાની જયાફત પણ માણી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ બાદ લોકો કોરોનાથી સંપૂર્ણ ભય મુક્ત થઈ કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર ઉત્તરાયણ પર્વ ઉજવ્યો હતો. જેથી લોકોએ દિવસભર પરિવાર સાથે પતંગ ઉત્સવની સાથે સાથે વિવિધ પ્રકારના ચટાકેદાર નાસ્તાની પણ મજા માણી હતી.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા