
નર્મદા
Big Question : મૃતક પત્નીની મોડેરાત સુધી ધરણાં કરતાં FIR નોંધાઈ જ્યારે આરોપીની પત્નિની પાછલાં બારણે FIR નોંધાઈ
ફરીયાદ ના નોંધાઈ ત્યાં સુધી લાશ લેવાનો ઈન્કાર અને ડેડીયાપાડા બંધનું એલાન કરાતાં મોડી રાત્રે ફરીયાદ દાખલ થઈ
મુતકની પત્નિ, પરીવાર સાથે BTP ના આગેવાનો તુર-શરણાઈ અને મરણના મરશિયા સાથે ધરણાં પર બેસતાં સત્યની જીત થઈ
સમગ્ર બનાવ બાબતે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનની પોલીસતંત્રની કામગીરી સામે સવાલો..?
ભાજપ સરકાર સેન્સેસટીવ સરકાર કહે પણ જમીની હકીકતે પાર્ટીના આગેવાનો અને ગુનેગારોને બચાવનારી સરકાર
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ગૃપ ગ્રામ પંચાયતના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી જતાં મૃત્યું થયેલ છે. અને આકસ્મિક મૃત્યુ ઘાંણીના બળદની જેમ ભાજપ અને બીટીપીના ડેડીયાપાડામાં ચરમસીમાએ પહોંચેલ વાતાવરણને કારણે પંચાયતના કામદાર કર્મચારી નો જીવ ખરાં-ખોટા કામો કરાવવાના દબાણને કારણે માનસિક રીતે સમતુલન ગુમાવી જીવ ખોઈ દીધો છે. જે જોતાં સમગ્ર આદીવાસી સમાજ પોલીસની કામગીરી, સેન્સેસટીવ ગણાતી સરકાર અને મૃતકની પત્નિનીને પણ ન્યાય માટે ભુખ્યાં-તરસ્યા ધરણાં પર બેસવાની ફરજ પડે છે. અને ગુનેગારો રાજકીય દબાણ ઉભુ કરી કેવી રીતે ચોર કોટવાલને દંડે એ બાબતે સ્તબ્ધ થઇ ગયો છે. એ તમામ પાસાં જોતાં ન્યાય મેળવવા પોલીસતંત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.
તમામ બનાવની હકીકત જોતાં સમાજને હંમેશા ન્યાય માટે અડીખમ રહેનાર ભારતીય ટ્રાયબલ પાર્ટીના આગેવાન ચૈતરભાઈ વસાનાને રાજકીય કિન્નાખોરીથી વહીવટીતંત્રે પણ ભાજપ સરકારના દબાણને વશ થઈ નર્મદા જિલ્લામાંથી એક વર્ષ માટે તડીપાર નો હુકમ થયો હતો. તેના તડીપારના હુકમને હાઈકોર્ટે સ્ટે લગાવતાં BTP ના ચૈતરભાઈ વસાવા પુન:નર્મદા જિલ્લામાં પધારતાં તેના સ્વાગત કાર્યક્રમ તા. 17મી જુલાઈ 2022ના રોજ જંગી માનવમેદની ભેગી થઈ ભારતીય ટ્રાયબલ પાર્ટીના 19,000 જેટલાં ઝંડાઓ લગાવ્યાં હતા.તે ઝંડાઓ લગાવતાં કેટલાંક દેખીને ઉધીના શકતાં અસામાજિક તત્વોએ તા. 22 મી જુલાઈ 2022 ના રાત્રે પુર્વ- આયોજીત કાવતરું ઘડી ઝંડાઓ ઉતારી લેતાં BTP આગેવાનોએ તા. 25મી જુલાઈ 2022ના રોજ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી જણાવ્યું હતુ કે ,આ બાબતે કાયદેસરની કાર્યવાહી ન થાય તો તા. 28 મી જુલાઈ થી 2022થી અશ્ચિત સમય ધરણાં પર બેસવાની ચિમકી ઉતારી હતી.
આ હકીકતનો અંજામ આપવા અને અસામાજીક તત્વોએ માસ્ટર પ્લાન ઘડી કાઢી ગૃમ ગ્રામ પંચાયતના કામદાર કર્મચારી શંકરભાઈ સોનજીભાઈ વસાવા રહે. બંગલા ફળીયા ડેડીયાપાડાને તા. 23મી જુલાઈ 2022ના રોજ રાત્રે 8-30 કલાકે પંચાયત ઓફિસ પર ડીડીયાપાડાના દિવાલશેઠ( વસાવા દેવજીભાઈ છેદડભાઈ )એ બોલાવેલ ત્યાર બાદ રાત્રે 11-30કલાકે ઘરે પરત ફરેલ ત્યારે તેમની પત્નિ ગિરજાબેન ને જણાવેલ કે, મને ખરાં-ખોટા કામો કરાવવા દબાણ કરવામાં આવ્યો છે .અને જો ના પાડે તો નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપેલ છે.તેથી ખાવા-પિવાનું શુધ્ધાં ખાતા નહોતા. ત્યાર બાદ જણાવ્યું હતું કે દિવાલશેઠ અને જિ. પં. ના સદસ્ય ભોલો ઉર્ફે હીતેશભાઈ વસાવા જણાવેલ કે BTP ના ઝંડા લગાડેલ ઉતારી લેવામાં આવ્યાં છે. તેમની ફરીયાદ થયેલ છે. તે પંચાયત કર્મચારી શંકરભાઈને માથે લઈ લેવા જણાવેલ. જો ના લઈશ તો નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે. ત્યારે મૃતક શંકરભાઈ એ જણાવેલ કે પોલીસ સ્ટેશન અને પંચાયતના ત્રાસ તેના કરતાં દવા પીને મરી જવા સારૂ. જે બાદ મૃતકની પત્નિ ગિરજાબેન બૈંકના કામઅર્થે તા. 27/7/2022ના રોજ ગયેલ ત્યાંથી પરત બપોરના 1-00કલાકે ઘરે પરત ફરતાં પતિ ઉલટી કરતા હતા. ત્યારે પત્નિએ પુછતાં જણાવેલ કે, કેટલું સાંભળુ ? એટલે દવા પિ લીધી છે .જેથી આજુબાજુના ફળીયાને કહેતાં પ્રાથમિક સારવાર અર્થે ડેડીયાપાડા દવાખાને ગયેલ ત્યાંથી વધુ સારવાર અર્થે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને વધુ તબિયત લથડતાં સુરત નવી હોસ્પિટલ રીફર કરતાં ત્યાં સારવાર દરમ્યાન તા. 30/7/2022 ના રોજમુત્યુ થયુ હતુ.
ગ્રામ પંચાયતના સરપંચ અને જિ. પં. ના સભ્ય હીતેશ વસાવા ના માતાએ BTP ના આગેવાન ચૈતરભાઈ વસાવા એ આત્મહત્યા માટે મજબુર કર્યાની અને ચૈતરભાઈએ ધાકધમકી આપતાં ઝેરી દવા ગટગટાવીની પોલીસ મથક ડેડીયાપાડામાં ફરિયાદ નોંધાવી હતી. અને બંધ બારણે પ્રાપ્તમાહીતીનુસાર FIR પણ કરી દેવામાં આવી હતી.
જ્યારે બિજી તરફ મૃતકની પત્નિ ગિરજાબેન ની ફરીયાદ દાખલ ન કરાતાં મામલો બિચકાઈ BTP ના આગેવાનો નારાજ થયા હતા અને રોષની અગ્નિ ભભુકી ઊઠી હતી. ફરીયાદ દાખલ ન કરાતાં લોકોએ જાતજાતના આક્ષેપો પોલીસતંત્ર પર લગાવ્યાં હતા. અને પોલીસતંત્ર પર જાતજાતના સવાલો લોકમુખે ઉઠ્યાં હતા. જેથી સેંકડોની સંખ્યામાં મુતકની પત્નિ, પરીવાર તથા BTP ના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશનના પટાંગણમાં મરણનાના મરશિયા ,તુર-શરણાઈના અને રામધુન સાથે ભુખ્યાં -તરસ્યાં ધરણાં પર બસી જ્યાં સુધી ફરીયાદ દાખલ ના થાય ત્યાં સુધી લાશ લેવાની ધમકી ઉચ્ચારી હતી અને આજે ડેડીયાપાડા બંધ રાખવા અને મૃતકના પુત્ર અજીતભાઈ ને તેમના પપ્પાને ન્યાય અપાવવા આજીજી કરતાં મોડી રાત સુધી ધરણાં ચાલુ મોડી રાત્રે મૃતકની પત્નિ ની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
આ તમામ મામલાએ લોકો અચંબામાં પડી ગયા હતા. અને સેન્સેસટીવ ગણાતી સરકાર ની પોલ ખુલ્લી પડી ગઈ હતી. અને અસાજીક તત્વોને કેટલો છુટો દોર મળે છે. તેનો ફિયાસ્કો થયો હતો.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા
Maharashtra Politics : મહારાષ્ટ્રમાં આજથી શિંદે જૂથની ખરી કસોટી, સ્પીકરની ચૂંટણી અને ફ્લોર ટેસ્ટ પર નજર
FASTAG Fraud : ગાડીની સફાઈ કરનારાઓથી સાવધાન, તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે