Saturday, October 8, 2022

Home કારકિર્દી Unemployment in Gujarat : ગુજરાતમાં બેરોજગારીનું શું સ્તર છે તે ધોરાજીના આ અહેવાલથી જાણી શકો છો

Unemployment in Gujarat : ગુજરાતમાં બેરોજગારીનું શું સ્તર છે તે ધોરાજીના આ અહેવાલથી જાણી શકો છો

0
Unemployment in Gujarat : ગુજરાતમાં બેરોજગારીનું શું સ્તર છે તે ધોરાજીના આ અહેવાલથી જાણી શકો છો
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

રાજકોટ

Unemployment in Gujarat : રાજકોટ જીલ્લાના ધોરાજીની નગરપાલિકા કચેરીમા કાયમી સફાઈ કામદારની ભરતીમા ફકત 24 ની ભરતી કરવાની હતી પરંતુ હજારોની સંખ્યામા ઉમેદવારો આ ભરતી માટે આવી પહોંચ્યા હતા.

રાજકોટ જીલ્લાના ધોરાજીમા નગરપાલિકા કચેરીમા થોડા દિવસો અગાઉ અખબારમા સફાઈ કામદારોની કાયમી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત અનુસાર માત્ર 24 ઉમેદવારોની જ ભરતી કરવાની હતી, પરંતુ હજારોની સંખ્યામાં ઉમેદવારો ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ગયા હતા. જેમાં મહિલાઓ અને પુરૂષોની લાંબી કતારો જોવા મળી હતી ઉપરાંત અમુક મહિલાઓ તો પોતાના બાળકોને સાથે અને વિકલાંગો પણ બહોળી સંખ્યામા જોવા મળ્યા હતા.

ગુજરાતમાં બેરોજગારી અને બેકારોની સંખ્યા કેટલી બધી હશે તેનો અંદાજો આ ધોરાજી નગરપાલિકા કચેરીએ જે સફાઈ કામદારોની ભરતીમાં હજારોની સંખ્યામા ઉમેદવારો આવી પહોંચ્યા હતા તેના પરથી જ લગાવી શકાય છે. એટલું જ નહીં પણ સફાઈ કામદારની આ ભરતીમાં અમુક ક્વોલિફાઇડ ઉમેદવારો પણ આવી પહોંચ્યા હતા. એક તરફ સરકાર દ્વારા રોજગારના ગુણગાન ગાવામાં આવે છે, પરંતુ ધોરાજી નગરપાલિકા ખાતે સફાઈ કામદારની ભરતી માટે તૂટી પડેલું બેરોજગાર ઉમેદવારોનું જમાવડું સરકારની રોજગારલક્ષી યોજનાઓની પોલ ખોલી નાંખે છે.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

FASTAG Fraud : ગાડીની સફાઈ કરનારાઓથી સાવધાન, તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે
Maharashtra Politics : એકનાથ શિંદે વિશે શિવસેના લેશે મોટો નિર્ણય? ઠાકરેએ બોલાવી ‘પાવરફૂલ’ બેઠક
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Primary School Birthday : ડીસા તાલુકાના સરદારપુરા પ્રાથમિક શાળાના 38 માં જન્મદિનની શાનદાર ઉજવણી

બનાસકાંઠા ડીસા તાલુકાના સરદારપુરા પ્રાથમિક શાળાના 38 માં જન્મદિનની શાનદાર ઉજવણી ડીસા તાલુકાની સરદારપુરા પ્રાથમિક શાળાના ૩૮ માં જન્મદિનની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. Primary School...

White Tigress : ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘણ મોકલશે મુખ્યમંત્રી યોગી

રાષ્ટ્રીય ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘણ મોકલશે મુખ્યમંત્રી યોગી ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘણ મોકલશે મુખ્યમંત્રી યોગી, આ છે કાર્યક્રમ White Tigress : સીએમ યોગી આદિત્યનાથ બુધવારે...

PM Interaction with Beneficiary : પ્રધાનમંત્રીનો વિંઝોલ ગામના રાજુબેન સાથે આવાસ યોજના અંતર્ગત સંવાદ

પંચમહાલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગોધરા તાલુકાના વિંઝોલ ગામના રાજુબેન સાથે આવાસ યોજના અંતર્ગત સંવાદ કર્યો    તેઓ પહેલા કાચા ઝૂંપડામાં રહેતા હતા અને સરકારની આ યોજના અંતર્ગત...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us