
ગુજરાત
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે આપ છોડી શકે છે.
વિદ્યાર્થીઓના લીડર યુવરાજ સિંહ જાડેજાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુવરાજસિંહને લઈને ભાજપ સરકાર દ્વારા ડેમેજ કંટ્રોલ હાથ ધરવામાં આવ્યું છે. હાલ યુવરાજસિંહ જાડેજા સાબરમતી જેલમાં બંધ છે. થોડા દિવસ અગાઉ જ યુવરાજસિંહ જાડેજા પર આરોપ લગાવાવામાં આવ્યો હતો, કે જ્યારે પોલીસ તેમની ધરપકડ કરવા માટે ગઈ ત્યારે તેમણે એક પોલીસકર્મી પર પોતાની ગાડી ચડાવી તેમની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેને લઈને તેમને જેલમાં કેદ કરવામાં આવ્યા છે.
પરંતુ હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવરાજસિંહ જાડેજાને લઈને ડેમેજ કંટ્રોલ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ મામલે યુવરાજસિંહની ભાજપના એક ક્ષત્રિય સમાજના નેતા દ્વારા સાબરમતી જેલમાં મુલાકાત પણ થઈ છે. ભાજપ હાઈ કમાન્ડ દ્વારા યુવરાજસિંહને હવે મનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેથી ક્ષત્રિય સમાજના જ એક નેતાને ભાજપ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત માહિતી એવી પણ મળી રહી છે, કે યુવરાજસિંહ જેલમાંથી બહાર આવતાની સાથે આપ પાર્ટી છોડી શકે છે.
સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો ઘણા સમયથી ચાલી રહેલ પેપરલીક કાંડ છે. આ પેપરલીક કાંડને રાજ્યની જનતા સમક્ષ ઉજાગર કરનાર અને સરકારની પોલ ખોલનાર વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજાને હવે ભારતીય જનતા પાર્ટી પોતે મનાવવાના પ્રયાસ કરી રહી છે, જેનું સૌથી મોટું કારણ છે, આવનારી વિધાનસભાની ચૂંટણી અને યુવરાજસિંહની ધરપકડ બાદ રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ.
એવું કહી શકાય, કે વિદ્યાર્થી નેતાની ધરપકડ બાદ ભારતીય જનતા પાર્ટીને પોતાની છવી ખરડાઈ રહી છે, ઉપરાંત આવનારી ચૂંટણીમાં પોતાનું વર્ચસ્વ જેવુ ને તેવું રાખવા માટે વિવિધ રીતે એડીચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે. હવે, જોવું એ રહ્યું કે યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવ્યા બાદ શું કરે છે? આમ આદમી સાથે રહેશે કે પછી ભાજપનો કેસરીયો ધારણ કરશે!
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે
મોંઘવારીએ તો જબરી કરી ! તસ્કરોએ કરી 50 કિલો લીંબુની ચોરી, જુઓ ક્યાં બની આ ઘટના?
હદ થઈ ગઈ ! દારૂ પીધેલી હાલતમાં બે નમૂનાઓએ એકબીજા સાથે જ લગ્ન કરી લીધા
ભગવાન રામનો જન્મ ન થયો હોત તો રાજકારણમાં BJP કયો મુદ્દો ઉઠાવત : ઉદ્ધવ ઠાકરે
ચાલતી ગાડીમાંથી ગાયો ફેંકતા ગૌતસ્કરો : ગૌરક્ષકો પર કરી અંધાધૂંધ ફાયરિંગ : 5 ને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા
દેવભૂમિ દ્વારકામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક ઝંડાને આગ ચાંપી