
જુનાડીસામાં છ’રીપાલક સંઘ નિમિતે ઝાંપા ચૂંદડી : અઢારેય આલમને ભોજન
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા નજીકના જુનાડીસા ગામના જૈન શ્રેષ્ઠીઓ વ્યવસાય અર્થે દેશ વિદેશમાં સ્થાઈ થયા છે પરંતુ તેઓ માદરે વતનનું ઋણ ચૂકવવા સદાય અગ્રેસર રહે છે.
હાલમાં ગામના તારાબેન રસિકલાલ શેઠ પરિવાર તરફથી જુનાડીસાથી જીરાવલા તીર્થ ધામના છ’રીપાલક સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિતે ગામના તમામ સમાજના ભાઈ બહેનોને ભોજન પીરસવામાં આવ્યું હતું.
જેમાં તમામ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી સહયોગ પૂરો પાડ્યો હતો. જે બદલ આયોજક પરિવાર દ્વારા ગામ અગ્રણીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
સહયોગ બદલ આયોજક પરિવારે અઢારે આલમનો ઋણ સ્વીકાર કર્યો હતો.
0